રાજ્યમાં ધોરણ-૧૦ અને ૧રની તમામ શાખાના વિદ્યાર્થીઓની ર૮ માર્ચથી ગુજરાત બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે. તેને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જ્યારે આ પરીક્ષા માટે અંદાજે 14.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડની ફાઇનલ પરીક્ષાની તૈયારીઓ પુરજોશથી કરવામાં આવી રહી છે. એવામાં આ મામલામાં નવી જાણકારી સામે આવી છે.

રાજ્યમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું 9 પ્રિન્સિપાલ આચાર્ય કાઉન્સિલ કરશે. અમદાવાદના 9 આચાર્યોના કાઉન્સિલ માટેના નામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 2 રિટાયર્ડ અને 7 વર્તમાન આચાર્યો સવારે 9 થી રાત્રે 8 કલાક સુધી વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળશે. આચાર્યોના પર્શનલ મોબાઈલ પર પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ કોલ કરી શકશે.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ધોરણ-૧૦ માં અદાજિત ૯.૭૦ લાખની આજુબાજુ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. જ્યારે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં કુલ ૪ લાખ રર હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ દ્વારા ફોર્મ ભર્યાં હોવાનું સામે આવ્યું છે આ સિવાય ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ જેટલાં ફોર્મ ભરવામાં આવ્યા છે. ઓમિક્રોનનો કહેર વધતા પરીક્ષાને પાછી ખેંચવામાં આવી હતી. એવામાં હવે ર૮ માર્ચથી ગુજરાત બોર્ડની પરીક્ષાની શરૂઆત થશે.