રાજ્યમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો થઈ રહ્યા છે. એવામાં હવે લોકો ઈ-વ્હીકલ સાધનો તરફ વર્યા છે. પરંતુ આ બાબતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. એવામાં હવે આ બાબતમાં માઠા સમાચાર સામે આવ્યા છે કેમકે ઇ વ્હીકલ પર રાજ્ય સરકાર દ્વારા સબસિડી બંધ કરવામાં આવી છે.

એવામાં હવે સબસીડી બંધ થતા ઈ વ્હીકલ મોધા થયા છે. વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રીક વાહનો પર 12 હજાર ની સબસીડી અપાતી હતી. ઈ વાહન ખરીદવા ઈચ્છતા લોકો મુઝવણમા મુકાયા છે. અત્યાર સુધી શહેર મા દર મહિને 200 જેટલા ઈલેક્ટ્રીક ટુ વ્હીલરો વેચાતા હતા.

નોંધનીય છે કે, વિશ્વમાં પ્રદુષણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. પર્યાવરણનું જતન અને ઉછેર કરવો આપણી નૈતિક જવાબદારી રહેલ છે. પ્રદૂષણ ઓછુ કરવા માટે અને પર્યાવરણ સાચવવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો જરૂરી રહેલો છે. તેને ધ્યાનમાં રાખતા પ્રદુષણરહિત સાધનોનો આવિષ્કાર કરવામાં આવી રહ્યો છે. એવામાં હવે બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને કાર પણ હવે વિકસાવવામાં આવી રહ્યા છે. પરંતુ તેની સાથે સરકારે સબસીડી આપવાનો નિર્ણય લીધો હતો. તેમ છતાં હવે તેને બંધ કરી દેવામાં આવી છે.