રાજ્યના કોર્ટોના બાર એસોને લઈને મોટા સમાચાર આવ્યા છે. જે રાજ્યની તમામ કોર્ટોના બાર એસો.ની ચૂંટણી યોજાશે. આગામી 17 ડિસેમ્બરે તમામ બાર એસો.ની ચૂંટણી યોજાશે. જે રાજ્યની 200થી વધુ બાર એસો.ની એક સાથે ચૂંટણી યોજાશે. પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરી, લાયબ્રેરીયન સાહિના હોદ્દા માટે ચૂંટણી યોજાશે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાતના તમામ બાર એસો. ચૂંટણી એક જ દિવસે યોજાશે. દરેક એસો.ના લોકોએ કોરોનામાં કરેલા કામને ધ્યાનમાં રાખી મતદાન થશે. ગુજરાત હાઇકોર્ટ વકીલ બાર એસો. માટે તારીખ 6 થી 8 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જે 8 ડિસેમ્બર ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. 9 ડિસેમ્બરે ગુજરાત હાઇકોર્ટ બાર એસો.માં ઉમેદવારના નામની જાહેરાત થશે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર બાર કાઉન્સિલની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામા નહિ આવતા વકીલ આલમમા છુપો રોષ જોવા મળી રહ્યો હતો ડીસ્ટ્રીક્ટ બાર એસોસિએશન દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામા આવી હતી. અને ઉમેદવારોએ ઉમેદવારી પણ કરી દીધી હતી. તેવા સમયે બાર એસોસિએશન દ્વારા કોઇ કામગીરી શરૂ કરવામા આવી ન હતી. ત્યારે હવે રાજ્યની તમામ કોર્ટોના બાર એસો.ની ચૂંટણી યોજાશે.