કોરોના અને ઓમિક્રોન પર આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન

અમદાવાદ 108 ઇમરજન્સી દ્વારા 108 સીટીઝન મોબાઈલ એપ્લિકેશન સેવા શરૂ કરવામાં આવી છે. હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલના હસ્તે વોમોચન કરાયું છે. કોરોના અને ઓમિક્રોન પર આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. આ મામલે વારંવાર વાત કરવામાં આવી છે. ત્યારે આ બીજી લહેર માંથી શીખ મેળવી છે, કે ત્રીજી લહેર ન આવે તે આશા રાખીએ છીએ. ત્રીજી લહેર માટે સરકાર સતર્ક અને ચિંતીત છે. દવા સ્ટોક અને બેડ સહિત વ્યવસ્થા છે. ઊંઘતા ન ઝડપાઈએ તે જોવું જરૂરી છે.
કોરોના મહામારીમાં લોકો પણ પોતાનું ધ્યાન રાખે અને નિયમ પાલન કરે એ તેમની પણ સ્વ જવાબદારી છે. લોકોએ માસ્ક પહેરવું જોઈએ. સાથે સાથે ભીડ ભાડ વાળી જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સ રાખે. જો કે હાલમાં લગ્ન પ્રસંગની સીઝન ચાલી રહી છે તેવા સમયમાં લગ્ન અને મરણ પ્રસંગમાં લોકો ઓછા એકઠા થાય. હાલમાં ઓમીક્રોનના કેસને લઈને નિવેદન પર આરોગ્ય મંત્રીની પ્રતિક્રિયા આપવામાં આવી છે.
હાલમાં કોરોના ના નવા વેરિયન્ટને લઈને એરપોર્ટ પર 20 કન્ટ્રી માંથી લોકો આવે તે તમામનું ટેસ્ટિંગ થાય છે. જે 9 થી 10 ફ્લાઇટ ઇન્ટરનેશનલ દેશ માંથી આવે છે તમામનું ટેસ્ટિંગ થાય છે. કોરોના કે ઓમીક્રોન લાગે તો જીનોમ સિક્વનસિંગ માટે સેમ્પલ મોકલી દેવામાં આવે છે. વેકસીન સર્ટિફિકેટ ખરાઈ કરવાનું મિકેનિઝમ નથી. ત્યારે લોકોએ પોતાની જાતને બચાવવા પ્રયાસ કરવા જોઈએ. અને વેકસીન સર્ટિફિકેટ ખરાઈ કરવાનું મકેનિઝમ પણ ગોઠવવામાં આવશે.
રાજ્યની શાળામાં કોરોના સંક્રમણ પર આરોગ્ય મંત્રીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમને જણાવ્યું છે કે, રોજ 75 હજાર ટેસ્ટિંગ કરીએ છીએ. અને આ જે પણ કેસ આવે છે તેને દર્શાવતા હોઈએ છીએ. બાળકોને કેસ આવે તો પૂરતા પગલાં લઈને કામ કરવામાં આવશે. નવા વર્ષ અને અન્ય બાબતે પૂછવા જતા આરોગ્ય મંત્રીએ ચાલતી પકડી છે.