વડોદરા ગોત્રીનો હાઈપ્રોફાઈલ દુષ્કર્મ મામલે મુખ્ય આરોપી અશોક જૈનને સાથે રાખી પોલીસ તપાસ માટે રવાના થયા છે. આ મામલે લોનાવલા, પૂના અને ગોવામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પૂનામાં અશોક જૈન બિઝનેસના કામે આવ્યો હોવાનુ કહી પેઈંગ ગેસ્ટ તરીકે રોકાયો હતો. બુટલેગર અલ્પુ સિંધીની દારુના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. જેને બે દિવસના કોર્ટે રીમાન્ડ આપ્યા છે. અલ્પુ સિધી 26000 હજાર ના દારુના ગુનામાં વોન્ટેડ હતો.

આરોપી અશોક જૈન ને સાથે રાખી પુના મા તપાસ..શરૂ કરવામાં આવી છે. અશોક જૈન મુંબઈ થી પુના ટેક્સી મા ગયો હતોો. 8 દિવસ પુના મા પેઈગગેસ્ટ તરીકે રોકાયો હતો..પોલીસે અશોક જૈનને લોનાવલા તપાસમાં લઈને ગઈ હતી. રાજુ ભટ્ટ બીમાર થતા હોસ્પિટલમાં ખછેડાયો હતો તેને ફરી જેલ મા લઈ જવાયો છે.

વડોદરામાં હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસનો મામલે આરોપી અશોક જૈનની મુંબઈ, લોનાવાલા અને પુણે ખાતે તપાસ પૂરી થઈ ગઈ છે.  પોલીસ આવતીકાલે આરોપીને અમદાવાદ, ધોલેરા અને પાલીતાણા લઈ જશે.

વડોદરામાં હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપી અશોક જૈનની પાલિતાણામાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અશોક જૈનના રિમાન્ડ મેળવવા તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં રિમાન્ડના 11 મહત્ત્વના મુદ્દાઓ રજૂ કરાતા કોર્ટે આરોપી અશોક જૈનના 16 ઓક્ટોબર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

નોંધનીય છે કે, વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં ભણતી યુવતીએ પાવાગઢ ટ્રસ્ટ મંદિરના ટ્રસ્ટી રાજૂ ભટ્ટ અને જાણીતા CA અશોક જૈન સામે 19 સપ્ટેમ્બરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.