વડોદરામાં દેણા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મોડી રાત્રે બે ટ્રક ભટકાતા એકનું મોત થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ક્લીનરનું માથું શરીરથી અલગ થઈ ગયું છે. અકસ્માતમાં બંને ટ્રકમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે.

અમદાવાદ જતી ટ્રકને હરિયાણા જતી ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. ભારે જહેમત મૃતદેહ સહિત ઇજાગ્રસ્તોને બહાર કઢાયા હતા. જ્યારે આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જેમાં કેબિનમાં બેઠેલા ક્લિનરનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. જેના કારણે આ અકસ્માત ચકચાર મચી ગયો છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, સુરત સચિન જીઆઈડીસીમાં આવેલ અનુપમા કંપનીમાંથી નૂર મહંમદ કુરેશી અને ક્લીનર ફરહાન ટ્રકમાં માલસામાન ભરીને બિહાર જવા માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ ગંભીર અકસ્માત થયો હતો.