અમદાવાદના ખોખરા વિસ્તારમાં યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જે યુવકનું દેવું વધી જતાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં દેવું થઈ જતાં યુવકે વીડિયો બનાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. લેણદારોને પૈસા ન ચુકવી શકતા યુવકે મોતને વ્હાલુ કર્યુ હતું. જે માત્ર બે લાખ રૂપિયાનું દેવું થતા યુવકે આત્મહત્યા કરી છે. વ્યાજખોરોનું ઉંચુ વ્યાજ અને પઠાણી ઉઘરાણીથી કંટાળીને અનેક લોકો આત્મહત્યા કરી ચુક્યાં છે. શહેરના ખોખરા વિસ્તારમાં છુટક મજુરી કરતા એક યુવાને માત્ર બે લાખ રૂપિયાનું દેવું થઇ જતા આત્મહત્યા કરી છે.૪ ઇસમો દ્વારા પૈસાની ઉઘરાણી કરતા યુવક દેવું ન ભરી શકતા આત્મહત્યા કરી છે. જેને લઈને પોલીસે પ્રજય દવે, રિશી ટાંક, ચિરાગ પંડ્યા, અને ટીની ટાંક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દેવું ભરપાઇ નહી થઇ શકવાનાં કારણે એક વ્યાજખોરે બાઇક પડાવીને ધમકીઓ આપતા યુવાને આત્મહત્યા કરી લીધી છે. જો કે આત્મહત્યા કરતા પહેલા તેણે વીડિયો બનાવ્યો હતો. જેમાં તમામ બાબતે ખુલાસો કર્યો હતો. જેથી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. વ્યાજખોરો સામે અનેક વખત પોલીસે લાલ આંખ કરી હોવા છતા પણ વ્યાજખોરો બેખોફ છે.

ટાંક રિશી નામના વ્યક્તિને રૂપિયા 54 હજાર ચુકવવાનાં હોવાનું પણ જણાવ્યું હતું. જેના બદલામાં તેને મૃતકનું બાઇખ પણ મળી આવ્યું છે. રિશી અને તેની બહેને માર પણ માર્યો હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું છે. છેલ્લા આઠેક મહિનાથી તે બેકાર હોવાનું જાણવા મળ્યું છે.