રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેરે કહેર મચાવી દીધો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધતા સીવિક સેન્ટરો વધુ દિવસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના સીવીક સેન્ટરો આગામી 14 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે આ સેન્ટરો અગાઉ 30 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તે હવે કોરોના વધુ વધતા તેને વધારીને વધુ 15 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે શહેરો અને ગ્રામીય વિસ્તારના લોકો હવે કોરોના કેસ વધતા સરકારની રાહ જોયા વગર સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. જેથી આ કોરોનાની ચેનને તોડી શકાય અને કોરોના ને કાબૂમાં કરી શકાય. જો સિવિક સેન્ટરો પર લોકોને અટકાવી શકાય તો કોરોના સંક્રમણની ચેન રોકી શકાય તે માટે જનસેવા કેન્દ્ર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોરોનાનું સંક્રમણ વધતા શહેરના સિવીક સેન્ટરો બંધ રાખવામાં આવ્યા બાદ હવે 14 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિવિધ પ્રકારની સરકારી કામગીરી માટે મેન્યુઅલ અરજીઓ સ્વિકારવામાં નહી આવે પરંતુ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઇ ઓનલાઇન તમામ સેવાઓનો લાભ લોકો મેળવી શકશે.

અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ હજાર ૬૧૬ અને ગ્રામ્યમાં ૫૫ કેસ સાથે કુલ ૪૬૭૧ કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન ૩ હજાર ૯૫૨ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા હતા. જ્યારે અમદાવાદમાં ૨૫ લોકોના મોત નીપજ્યા હતા. તેના કારણે આ આંકડો ૨ હજાર ૯૧૯ પહોંચી ગયો છે.