ગોંડલના વાસાવડ ગામમાં નદીમાં કપડા ધોતી યુવતિને લુખ્ખા તત્વોએ માર મારતા બબાલ બોલી છે.માર મારવાની ઘટનના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. નદીમાં કપડા ધોતી યુવતીને લુખ્ખા તત્વોએ માર માર્યો હતો. આ કારણોસર વિવાદ સર્જાયો છે.

બનાવની વિગત પ્રમાણે કપડા ધોઈ રહેલ યુવતિને કાર લઈને પસાર થતા લુખ્ખાઓએ પાણી ઉડાડતા ઠપકો આપ્યો હતો. આ ઠપકો આપવાના કારણે યુવતિને માર માર્યો હતો. ગોંડલ તાલુકા પોલિસમાં લાલુ ખાટકી,સલુ ખાટકી નામના સહિતના શખ્સો સામે આ મામલે ફરિયાદ નોંધાઇ છે. યુવતિને માર મારવાના બનાવમાં વાસાવડ ગામે ગ્રામજનોમાં ભભૂતકતો રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સજ્જ બંધ પાળીને લુખ્ખા તત્વો સામે પગલા ભરવાની માંગ કરી છે. ગ્રામ પંચાયત ખાતે રોષ વ્યક્ત કરતા લોકો એકઠાં થયા છે.