ગુજરાતમાં સતત થોડા દિવસોથી કોરોનાનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણના 577 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં બે લોકોના મૃત્યુ પણ થયા છે. રાજ્યમાં આ દરમિયાન કોરોનાની સારવાર દરમિયાન 633 લોકો સાજા પણ થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10950 લોકોના મોત નીપજ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 12 લાખ 39 હજાર 9 કેસ સામે છે.

રાજ્યમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 247 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરત શહેરમાં 67, મહેસાણામાં 31, વડોદરા શહેરમાં 31, ભાવનગર શહેરમાં 28, પાટણમાં 27, ગાંધીનગર શહેરમાં 20, નવસારીમાં 15, સુરત ગ્રામ્ય 12, વલસાડ 11, ભાવનગર 10, જામનગર શહેર-કચ્છ 9, રાજકોટ શહેર 7, ખેડા 6, વડોદરા ગ્રામ્ય 6, ગાંધીનગર ગ્રામ્ય 5, આણંદ-ભરૂચ-દ્વારકામાં 4 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડ અને ગાંધીનગરમાં એક-એક વ્યક્તિના મુત્યુ નીપજ્યા છે.

આ સિવાય રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4156 પહોંચી છે. જેમાં ત્રણ દર્દી વેન્ટિલેટર પર રહેલા છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી સાજા થવાનો આંકડો 12 લાખ 23 હજાર 903 પહોંચ્યો છે. કોરોનાને લીધે અત્યાર સુધી 10950 લોકોના મોત નીપજ્યા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.78 ટકા પહોંચ્યો છે.