ગુજરાતમાં ફરી એકવાર સરકાર સાથે મોટું ઘર્ષણ થવાની તૈયારી છે. શિક્ષણ સાથે સંકળાયેલા અલગ અલગ 8 મહામંડળોની બંધ બારણે બેઠક મળી છે. રાજ્ય કક્ષાના મંડળોની આજે એરોમાં સ્કૂલમાં મળી બેઠક મળી છે. રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘ, હાયર સેકન્ડરી યુનિયન, માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની બેઠક મળી છે.

ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, બિન શૈક્ષણિક કર્મચારી મહામંડળ, રાજ્ય સંચાલક મહામંડળ અને અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળની બેઠક છે. આ તમામ મંડળો સાથે 10000 કરતા વધુ સ્કૂલો અને 1 લાખ જેટલા કર્મચારીઓ સંકળાયેલા છે. મુખ્ય 7 મુદ્દાઓને લઈને ઉગ્ર માંગ છે.

તેની સાથે વારંવાર સરકારને આવેદન છતાં સરકાર ધ્યાન ન આપતા છેલ્લી વાર મહત્વની રણનીતિ માટે બેઠક મળી છે. 5 વર્ષનો ફિક્સ પગાર મુદ્દો, 7મુ પગાર પંચના હપ્તા ચૂકવવા, જૂની પેન્શન યોજના મુદ્દાઓ છે. એક એક વર્ગની શાળામાં 3 શિક્ષક અને 1 આચાર્યનું મહેકમ આપવું, પરિણામ આધારિત ગ્રાન્ટ આપવી, બઢતી વગેરે મુદ્દાઓ રહેલા છે.