રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી સરકાર અને નાગરિકો કોરોના વાયરસના અસ્તિત્વને ભૂલી બેદરકારી દાખવી રહ્યા છે. જેનાં કારણે કોરોનાના કેસોમાં સતત ધીમો વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની પહેલી લહેરમાંથી માંડ લોકોને કળ વળી હતી ત્યાં કોરોનાની બીજી લહેરે દાઝ્યા પર ડામ આપ્યો હતો, ત્યારે હવે કોરોના ના નવા વેરિયટ આ તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. જેને લઈને ચિંતા ઉભી થઇ રહી છે.

ઓમિક્રોનના આગમન બાદ ત્રીજી લહેરની શંકા ડોક્ટરો વ્યક્ત કરી રહ્યા હતા જે સાચી પડે તેવા સંજોગો ઉભા થયા છે. જેના પગલે તંત્ર ચિંતિત બન્યુ છે અને લોકોને કોવિડ ગાઇડ લાઇનનું સખ્ત પાલન કરવા અનુરોધ કર્યો છે.

તેની સાથે અમદાવાદમાં કોરોના વાયરસ ના કેસ વધતા પોલીસ એક્શનમાં મોડમાં આવી ગયું છે. જ્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામા દંડના 485 ગુના જેમાં રાત્રી કરફ્યુ 381 ગુના નોંધાયા છે. જ્યારે 25 થી 29 ડિસેમ્બર દરમ્યાન કુલ દંડ ની વસુલાત 23.17 લાખ નો દંડ વસુલવામાં આવ્યો છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 182 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે શહેર અને જિલ્લામાં 15 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. તેમ છતાં આજે કોઇપણ દર્દીનું મોત નીપજ્યું નથી.