રાજકોટમાં એક બહેનપણી આપઘાત કર્યો છે. તેના શોકમાં બીજીએ પણ આપઘાત કર્યો છે. રાજકોટમાં બે બહેનપણીએ આપધાત કર્યો છે. બે મિત્રોના સજોડે આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 17 વર્ષની પૂજા અને 20 વર્ષની જીવી એ આપઘાત કરી જીવ ટૂંકાવ્યો છે. પૂજાના આપઘાતના સમાચારથી જીવીએ પણ આપઘાત કરી જીવ ટૂંકાવ્યો છે. બંન્ને બહેનપણી ખજૂર પેકીંગનું કામ કરતી હતી. રૈયાધાર અને ગાંધીગ્રામ શાસ્ત્રીનગરના બાવાજી અને ભરવાડ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. 17 વર્ષીય પૂજા અને 20 વર્ષીય જીવીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું છે. બંને બહેનપણીઓ ખજૂર પેકિંગનું કામ કરતી હતી. ત્યારે સવાલ એ છે કે આખરે એવુ તો શુ થયું કે બંને બહેનપણીઓએ આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો. પોલીસ હાલ સૌથી પહેલા પૂજાના મોતનું કારણ જાણવા તપાસ કરી રહી છે, જેથી જીવીના મોતનું કારણ પણ સામે આવી શકશે.

17 વર્ષીય પૂજાએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેના પિતા મજૂરીકામ કરે છે. ગઈકાલે તે ઘરે એકલી હતી ત્યારે રૂમને અંદરથી બંધ કરીને તેણે તાળુ લગાવ્યુ હતું, અને ગળામાં ચુંદગી બાંધીને ગળેફાંસો ખાધો હતો. ઘરના દરવાજો તોડીને તપાસ કરતા તે અંદર મૃત હાલતમાં મળી આવી હતી.

પૂજાના આત્મહત્યા બન્યા બાદ એક બીજો બનાવ બન્યો હતો. મોડી રાત્રે સાડા બાર વાગ્યાની આસાસ જીવી નામની 20 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી હતી. ગાંધીગ્રામ રામપીર ચોકડી પાસે પરિવાર સાથે રહેતી જીવી રવિભાઈ ધ્રાંગીયાએ ઢોર બાઁધવાના ઢાળીયામાં લોખંડના એંગલમાં દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી હતી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, જીવી અને પૂજા બંને પાક્કી બહેનપણીઓ હતી. બંને રૈયાધારમાં આવેલ એક દુકાનમાં ખજૂર પેકિંગનું કામ કરતી હતી. બંને પાંચ વર્ષથી એક જ જગ્યાએ કામ કરતી હોવાથી બંને વચ્ચે સારી મિત્રતા હતી.