હાલ સમયમાં બર્થડે સેલિબ્રેશન કરવું લોકો માટે ખાસ બન્યું છે. એવામાં બાળકોના ના કરવાનું પણ કરી જતા હોય છે. એવું જ રાજકોટથી સામે આવ્યું છે. રાજકોટમાં પૈસાદાર મા-બાપના નબીરાઓ બર્થ ડે પાર્ટી ઉજવવા માટે ચોરીના રવાડે ચડ્યા છે. રાજકોટમાં સમાજ માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. રાજકોટમાં હાઇપ્રોફાઇલ સ્કૂલના વિદ્યાર્થીઓ લોખંડની ચોરી કરતા ઝડપાયા છે.

રાજકોટમાં બર્થ ડે પાર્ટી નો ખર્ચ કાઢવા એસ.એન. કે અને ધોળકિયા સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ લોખંડની ચોરી કરવા નીકળ્યા અને પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે. દોઢથી બે લાખની ફી વાળી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ મોજશોખ માટે ચોરીના રવાડે ચડ્યા છે.

મિત્રની આઈ-20 કાર અને 4500 રૂપિયામાં ભાડે કરી નવી બનતી સાઈટ પરથી 150 કિલો લોખંડની રીંગ ઉઠાવી લીધી હતી. આ અગાઉ સો કિલો લોખંડ ની ચોરી કરી પૈસા હજમ કરી ગયા કોઈને જાણ ન થતાં ફરીથી ચોરી શરૂ કરી છે. યુનિવર્સિટી પોલીસે બિલ્ડરની ફરિયાદ પરથી ત્રણ વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી.