સુરતમાં નિષ્ઠુર જનેતા એ ટ્વિન્સ બાળક-બાળકીને તરછોડી દીધા હોવાની ઘટના સામે આવી છે. નવી સિવિલમાં નવજાતને ત્યજી માતા ભાગી છુટતા ચકચાર મચી ગઈ છે. જો કે આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર પ્રસૂતિ સમયે યુવતીને પતિ નું પૂછતાં રેણુએ ડોક્ટરોને લાત મારી હોવાનું સામે આવ્યું હતું. ખટોદરા પોલીસે ફૂલ જેવા બે બાળકોને ત્યજી દેનારી માતાની શોધખોળ માટે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.

યુવતીએ ટ્વીન્સને જન્મ આપ્યો હતો. જેમાં એક બાળક અને એક બાળકી છે. જોકે, પ્રસૂતિ પછી યુવતી ફરાર થઈ ગઈ છે. યુવતી ફરાર થઈ જતાં હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે હાલમાં પોલીસે આ માતા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી રહી છે.

નોંધનીય છે કે, રાજ્યમાં નવજાત બાળકીને તરછોડી દેવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આ બાળકીઓને ક્યા કારણોસર જન્મ આપનાર માતાએ ત્યજી છે, તેમજ ત્યજી દેનાર કોણ છે તેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવતી રહે છે.