સુરતમાં બીયુસીને લઈને સખ્ત વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત બીયુસી વગરની શાળાઓને સુરત મનપા દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. સુરત મનપા દ્વારા બીયુસી વગરની ફેક્ટરી કે બિલ્ડીંગોને સતત નોટીસ ફટકારવામાં આવી છે.

સુરતમાં Buc વગર ની વધુ બે બિલ્ડીંગ અને ડાયમન્ડ ફેકટરી સિલ કરવામાં આવી છે. હાઇકોર્ટના આદેશ બાદ મનપા તંત્ર દોડતું થયું છે. ડીંડોલીમાં સાઈ સૃષ્ટિ બિલ્ડીંગ ના ચાર માળ સિલ કરાયા છે. જ્યારે અશ્વનિકુમાર રોડ ખાતે રેડ ટર્નિંગ બિલ્ડીંગ સિલ કરાઈ છે.

તેની સાથે બે બીકડિંગ માં 60 દુકાનો-ઓફિસ અને ડાયમન્ડ ફેકટરી સિલ કરવામાં આવી છે. સુરત મનપાની વારંવાર નોટિસ છતાં buc લેવાયું નહોતું. જ્યારે સુરતમાં આ અગાઉ અનેક બીયુસી વગરની બિલ્ડીંગને સીલ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, સુરતમાં ફાયર વિભાગ દ્વારા સિલિંગ કાર્યવાહી યથાવત રહેલી છે. કેમકે અવારનવાર બની રહેલી આગની ઘટના બાદ ફાયર સેફટી દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જેના લીધે સતત સુરતમાં બિલ્ડીંગોને સીલ કરવામાં આવી રહી છે.