અમદાવાદના બોપલ વિસ્તારમાં ગત 21 મી ડીસેમ્બર 2021 ના રોજ રાત્રીના સમયે આ બ્રિજનો સ્લેબ તૂટવાની ઘટના સામે આવી હતી. તેના લીધે બ્રીજનું કામ સરકાર દ્વારા બંધ કરીને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. એવામાં હવે જાણકારી સામે આવી છે કે બોપલ બ્રિજ તૂટવા મામલે ઘટનાની તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણકારી સામે આવી છે.

નોંધનીય છે કે, 21 ડિસેમ્બરે રાત્રે 12 કલાકે અમદાવાદના બોપલ વિસ્તારમાં બ્રીજ તૂટયો હતો. બ્રિજ તૂટવા બદલે કોન્ટ્રાકટર સામે કોઈ પગલા નહી. જે કોન્ટ્રાકટર બ્રિજ બનાવતા હતા ફરી બ્રિજ બનાવવા તેને જ કામ અપાયું છે. રણજીત બિલ્ડકોન બોપલનો બ્રિજ બનાવી રહી છે. જે કંપનીની બેદરકારી હતી તે કામોનીને ફરી કામ મળે તે માટે ઔડાએ રાજ્ય સરકાર પાસે મંજૂરી માંગી હતી.

અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણ કરવામાં આવી રહેલો ઓવર બ્રિજનો એક ભાગ ગત 21 મી ડિસેમ્બર 2021 ના રોજ મોડી રાત્રી તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટના ત્યારે બની જ્યારે કેટલા શ્રમિકો ત્યા કામ કરી રહ્યા હતા અને ટ્રાફિક પણ થયો હતો. તેમ છતાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.