સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક મામલે શા માટે યુનિવર્સિટી આવી શંકાના દાયરામાં….?

રાજ્યમાં પેપર ફૂટવાનો મામલો હાલ ચર્ચામાં છે. જ્યારે થોડા દિવસ પહેલા રાજ્યમાં વધુ એક પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમનું પેપર ફૂટવાનો મામલો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક મામલો હાલ ચર્ચામાં છે. જ્યારે તેના ઓબ્ઝરવરને ઓર્ડર 10.30 નો કરવામાં આવ્યો હતો. પરંતુ પરીક્ષા સવારે 10 વાગ્યે જ શરૂ થઈ ગઈ હતી.
તેની સાથે જાણવા મળ્યું છે કે, પેપર સવારે 8 વાગ્યે જ લીક થઈને વાયરલ કરાયું હતું.
બાબરાની સરદાર પટેલ કોલેજ સામે કાર્યવાહી કરવા સૌ.યુની.વી.સી.એ મૌન ધારણ કર્યું છે. માત્ર કોલેજ જ નહીં ઓબ્ઝરવરને ખોટો સમય ફાળવવા માટે સૌરાષ્ટ્ર યુની. પણ શંકામાં છે.
નોંધનીય છે કે, આ પરીક્ષા પેપર ફૂટતા ઉપકુલપતિ વિજય દેસાણીએ જાહેરાત કરી હતી કે, બીકોમના અર્થશાસ્ત્રનું પેપર લીક થયું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પરીક્ષા વિભાગે પેપર રદ કર્યું છે. આ મામલે યુનિવર્સીટી પોલીસે ત્રણ શકમંદ શખ્સોને પકડી લીધા છે. જે પેપર ક્યાંથી આવ્યું તે બાબતે તપાસ શરુ કરાઈ છે. આ બીકોમનું પેપર યુનિવર્સીટીના વોટ્સઅપ ગ્રુપમાં લીક થયુ હતુ. જે વ્યક્તિએ પેપર લીક કર્યું તેને ઝડપી પાડવામાં આવ્યો છે. જેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.