રાજકોટ મનપા ગાર્ડનમાં ચાલતી લાલીયાવાડી સામે આવી છે. ડે. મેયર દ્વારા રાત્રીના સમયે ગાર્ડનમાં ચેકીંગ દરમિયાન પોલ ખુલી ગઈ હતી. રાત્રીના દરમિયાન ગાર્ડનના સિક્યુરીટી ગાયબ જોવા મળ્યા હતા. તાત્કાલિક કમિશ્નરને બોલાવી વિજિલન્સને કરી જાણ કરવામાં આવી હતી.

રાજકોટ અલગ અલગ ગાર્ડનમાં ગાર્ડનો 92 લાખનો ખર્ચ આવે છે. જ્યારે એજન્સીને મનપા દ્વારા નોટીસ આપવામાં આવી છે. આ મામલામાં સિક્યુરિટી એજન્સી જય ભારત સિક્યુરિટી ઓર્ગેનાઈઝેશનને નોટિસ આપવામાં આવી છે. જેના એજન્સી જય ભારત સિક્યુરિટી ઓર્ગેનાઈઝેશનની મુશ્કેલીમાં વધારો થયો છે.

 

નોંધનીય છે કે, ડે મેયર એ.આર.સિંઘની સાથે રાખીને રાત્રીના ૯ વાગે બગીચાઓની તપાસ કરવા નીકળતા નરસિંહ મહેતા ઉદ્યાનમાં હાજરી જોવા મળી નહોતી. તેના કારણે તેમને વિજિલન્સ શાખાને જાણ કરીને સિક્યુરિટી એજન્સી જય ભારત સિક્યુરિટી ઓર્ગેનાઈઝેશનને નોટિસ આપવામાં આવી હતી.