ગુજરાત છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે. ત્યારે હાલમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, જે સંબંધને લજાવતો કિસ્સો સામે આવ્યો છે.

વડોદરામાં 22 વર્ષના પિતરાઈ ભાઈએ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ શહેર નજીકના રામપુરા ગામની સીમમાં બનેલો બનાવ છે. આ 22 વર્ષનો પિતરાઈ ભાઈ મહુડાનાં ફૂલ વીણિ રહેલી આ 7 વર્ષની બાળાને ચોકલેટ ની લાલચ આપીને ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં સગીર બહેનને અંધારામાં ઘર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલા ટ્રેક્ટરની પાછળ લઇ ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે બાળકી ની માતાએ જવાહનગર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હાલમાં આ આરોપીની પોલીસ એ ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરામાં વારંવાર યુવતીઓ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓને લઈને મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા થઇ રહ્યા છે.

જો કે રાજ્યમાં સતત ક્રાઈમની ઘટના બનતા સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરી રહી છે, શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનિક સ્થિતિ કથળી રહી છે.