સુરતમાં બે ભાગીદારો દ્વારા કારીગરોને છેતરવામાં આવવાની ઘટના સામે આવી છે. જેમાં કારીગરોના પૈસા પચાવી પાડવામાં આવ્યા છે. સુરતના વરાછામાં હીરા પેઢી ના બે ભાગીદારોએ કારીગરો સાથે મળી 4.03 કરોડની છેતરપિંડી કરી હતી. 10 ભાગીદારો સાથે મળી જી એન બ્રધર્સ નામે હીરાની પેઢી ચલાવતા હતા.

જ્યારે બે ભાગીદારો એ છેલ્લા 7 નાહીનમાં 4.03 કરોડના હીરાનો બદલો કર્યો હતો. બે કારીગર સાથે મળી સારી ક્વોલિટી ના હીરા કાઢી લઈ હલકી ક્વોલીટી ના હીરા મૂકી દેતા હતા. બે ભાગીદારો, બે કારીગરો અને હુર ખરીનારી બે વ્યક્તિ સામે વરાછા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

નોંધનીય છે કે, વરાછામાં જી.એન.બ્રધર્સ હીરાની પેઢીમાં 2 ભાગીદારોએ 2 કર્મચારી અને 2 હીરા દલાલ સાથે મળી રફ હીરાના માલને બદલી નાખી કુલ 4 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. જ્યારે ભાગીદાર ઈશ્વરભાઈ ખુંટે દ્વારા ફરિયાદનોંધાવતા વરાછા પોલીસ દવા ભાગીદાર વિજય ઉર્ફે વી.ડી ધીરૂ બદરખીયા, જીગ્નેશ કાકડીયા, કર્મીઓમાં ગૌતમ કાછડીયા, પ્રકાશ સોજીત્રાઅને દલાલો ધીરૂ બદરખીયા અને બીપીન તળાવીયાની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.