વડોદરા જિલ્લામાં ધ્વનિ પ્રદૂષણનો પ્રથમ કેસ નોંધાયો છે. ભાયલી વિસ્તારમાં ગ્રેનાઈટ કાપવામાં ઘણો મોટો આવાજ થતાં સ્થાનિકો પોલીસે આ અંગે કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગ દ્વારા વડોદરા જિલ્લા પોલીસને નોઈસ લેવલ મોનીટરીંગ ડીવાઈસ આપવામાં આવ્યું છે. આ ડીવાઈસ ની મદદથી તાલુકા પોલીસે ભાયલી ની કંસ્ત્રકસન સાઈટ પર તપાસ કરી હતી.

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આજે બપોરે આ ડિવાઇસ સાથે ભાયલી વિસ્તારમાં ચેકિંગમાં હતો ત્યારે ટીપીરોડ પર રહેણાંક વિસ્તારમાં જગદીશ ફરસાણની સામે નવી બંધાતી સાઇટ ફોર્ટિ ફોરમાં વધુ પડતો અવાજ ઘોંઘાટ આવતો હતો. પોલીસ સાઇટ પર જઇ ચકાસણી કરતા ટાઇલ્સ કટિંગ કરવાનું મશિન ચાલું હતું પોતાની પાસેના ડિવાઇસ દ્વારા અવાજની માત્રા ચકાસતા રિઝલ્ટ મેક્સિમમ ડેસિબલનું માપ દર્શાવતું હતું. જેને લઈને કોન્ટ્રાકટર સંજય રાજપૂત નીવકરી ધરપકડ કરવામાં આવી છે. આઇપિસી 267 અને નોઇસ પોલ્યુશન કલમ 2000 નિયમ5(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગૃહખાતા દ્વારા ૨૨ જૂનના રોજ ધ્વનિ પ્રદૂષણ કરનારા સામે ગુનો દાખલ કરવાનો આદેશ દરેક શહેર તેમજ જિલ્લાના પોલીસ અધિકારીઓને આપવામાં આવ્યા હતાં, એટલું જ નહી આ ઉપરાંત નોઇસ લેવલ મોનિટરિંગ ડિવાઇસ પણ ઇસ્યૂ કરવામાં આવ્યા હતાં.