રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત દુષ્કર્મ, હત્યા, ચોરી અને છેતરપીંડી સામે આવતી રહે છે. જયારે ગુનેગારોને પોલીસનો ભય ના હોય તેમ સતત ગુનાઓ આચરી રહ્યા છે. એવામાં સુરત પણ ક્રાઈમ સીટી બન્યું છે. પરંતુ આ ગુનાઓને રોકવા માટે સુરત પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ કરાયું હતું.

સુરત ગુનેગારો સામે સુરત શહેર પોલીસ ફરી એક વખત સક્રિય રહેલ છે. સચિન જીઆઇડીસી વિસ્તારમાં પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ કરાયું છે. કોમ્બિંગ દરમ્યાન છરો, ચપ્પુ જેવા ઘાતક હથિયારો લઈને ફરતા ઈસમોની અટકાયત કરાઈ છે.

તેની સાથે ગુનાહિત પ્રવૃતિ વાળા કુલ 37 ઇસમોની અયકાયત કરવામાં આવી છે. 76 પોલીસકર્મીઓ સાથે મળીને 8 ટિમો બનાવી કોમ્બિંગ કરાયું હતું. નંબર પ્લેટ વગરના શંકાસ્પદ 8 વાહનો પણ કબ્જે કરવામાં આવ્યા હતા. નશાની હાલતમાં હોય તેવા 8 ઇસમોની પણ ધરપકડ કરાઈ છે.