વડોદરાની બેન્કર હોસ્પિટલ ગ્રુપ ઉપર આવકવેરા ના દરોડાનો મામલો હાલ ચર્ચામાં રહેલ છે. સુરતમાં પણ બેન્કર હોસ્પિટલ ખાતે આવકવેરાએ સર્ચ શરુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બે થી વધુ કારમાં આવેલા દસેક જેટલા આવકવેરાના અધિકારીઓએ શરૂ કર્યું છે.

તેની સાથે સર્ચ ઓપરેશન સુરતના પીપલોદ વિસ્તારમાં બેન્કર હોસ્પિટલ આવેલી છે. એક એનજીઓના સહકારથી તેમના જ કેમ્પસમાં બેન્કર હોસ્પિટલ ચાલી રહી છે. કોરોના કાળદરમિયાન આ બેન્કર હોસ્પિટલ અને તેનું બિલ્ડીંગ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું. આ મુદ્દાને લઈને પણ આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે આવકવેરા વિભાગે સત્તાવાર રીતે કોઇ જ જાહેરાત કરી નથી.

હાલ બેન્કર ગ્રુપની ઓફિસ અને હોસ્પિટલ તથા નિવાસ સ્થાન પર તપાસની કામગીરી આઈટી દ્વારા હાથ ધરવામાં આવી છે. લગભગ 50 જેટલા અધિકારીની ટીમ તપાસમાં જોડ્યા છે. જ્યારે કોરોના બાદ જમીન અને સોનાની ખરીદી કરવાના પગલે આ તપાસ કરવામાં આવી રહી છે.