રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. રાજ્યમાં ફરીથી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર લઘુતમ તાપમાન 11 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

તેની સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા ને લીધે ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના કેટલાક ભાગોમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે.

નોંધનીય છે કે, ગઈ કાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા માવઠું વરસ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, બનાસકાંઠા, પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે વરસાદી સિસ્ટમ હટતા જ ઠંડીનો ચમકારો અનુભવાયો છે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસું પત્યા પછી ચાલુ વર્ષમાં ઓક્ટોબર મહિનામાં નવરાત્રી વખતે અને તે પછી નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદના લીધે ખેડૂતોને ઉભા પાકને તથા લણી લીધેલા પાકને નુકસાન થયાની ફરિયાદો સામે આવી હતી.