ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાની ત્રીજી લહેરની દસ્તક જોવા મળી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે કેમ કે રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે ઓમીક્રોનનો કહેર પણ જોવા મળી રહ્યો છે કેમકે તેના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા દિવસેને તેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં લોકોની વધતી બેદરકારી કોરોના ને આમંત્રણ આપી રહી છે. સાવચેતી રાખવાના બદલે જનતા બેદરકાર બની રહી છે. અમદાવાદમાં કોરોના સંક્રમણે ચિંતામાં વધારો કર્યો છે. અમદાવાદમાં કોરોનાનો ખતરો વધ્યો છે. કેમ કે દરરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં ડબલ થઇ રહી છે. તેની સાથે શહેરમાં ઠેર-ઠેર એકત્ર થતી ભીડ જોખમ બની રહી છે. સોમવારે અમદાવાદમાં 100 કેસ નોંધાયા હતા. મંગળવારે અમદાવાદમાં 182 પોઝિટિવ કેસ નોંધાયા છે.

તેની સાથે પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ સંક્રમણ વધ્યું છે. જેમાં બોડકદેવ, થલતેજ, ચાંદલોડિયા, ચાંદખેડા વિસ્તાર હોટસ્પોટ બન્યું છે. જ્યારે ઘાટલોડિયા, વસ્ત્રાપુર, મણિનગર હોટસ્પોટ વિસ્તાર રહેલા છે. ટેસ્ટિંગમાં વધારો કરવાની મનપા આરોગ્ય વિભાગની તૈયારી ચાલી રહી છે. શહેરમાં વધુ ડોમ ઉભા કરવામાં આવશે.

નોંધનીય છે કે, રાજયમાં છેલ્લા ૨૪ કલાકના કોરોનાના કેસોએ ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યમાં કોરોના ના 394 કેસ સામે આવ્યા છે. આ સિવાય ૫૯ દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. તેની સાથે રાજ્યમાં 1 દર્દીનું મોત પણ થયું છે.