રાજ્ય સહિત દેશમાં હાલના સમયમાં મોંઘમારીનો માર સતત લોકો પડી રહ્યો છે. કેમકે હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ પણ 100 ની પાર ચાલી રહ્યા છે અને તેમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે. એવામાં ગુજરાતના લોકો માટે વધુ એક ભાવવધારાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગેસ દ્વારા સીએનજી અને પીએનજીની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અદાણી બાદ ગુજરાત ગેસે પણ સીએનજીમાં ભાવ વધારો ઝીંક્યો છે. ગુજરાત ગેસે સીએનજીમાં 2.60 અને પીએનજી માં 3.91 રૂપિયાનો વધારો કર્યો છે. વાહનચાલકો અને ગૃહિણીઓ પર મોંઘવારીનો વધુ એક વાર થયો છે. ગુજરાત ગેસ ના જુના ભાવ 79.56 હતા જે વધીને 82.16 થયા છે.

તેની સાથે પીએનજી માં જુના ભાવ 44.14 એસસીએમ હતા જે વધી 48.50 થયા છે. સીએનજીમાં અદાણી અને ગુજરાત ગેસના ભાવ એક સમાન થયા છે. જ્યારે હવે આ ગેસના ભાવ વધતા લોકોને વધુ માર પડશે. કેમકે સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે સીએનજી અને પીએનજીની કિંમતમાં ભાવવધારો થઈ રહ્યો છે.