ખાદ્યતેલોમાં સીંગતેલ અને કપાસિયાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. જે ગૃહણીની ચિંતા સતત વધારો કરી રહ્યા છે. કેમકે એક તરફ પેટ્રોલ-ડીઝલના પ્રાઈસ લોકોને રોવડાવી રહ્યા છે ત્યાં બીજી તરફ ખાદ્યતેલોના ભાવ વધી રહ્યા છે. ખાદ્યતેલોમાં સીંગતેલમાં આજે પણ ભાવ વધારો યથાવત રહેતા તેમાં વધારો થયો છે.

તેની સાથે મોંધવારી બેકાબૂ બની છે. સીંગતેલનો ડબ્બો 2730 અને કપાસિયા તેલનો ડબ્બો 2660 પર પહોંચ્યો છે. જ્યારે રોજ રોજ થતો ભાવવધારો કાબૂમાં લેવા માંગ કરવામાં આવી રહી છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખા તરફ રહેલા છે.

નોંધનીય છે કે, હાલના સમયમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સાથે લોકોને ખાદ્યતેલોના ભાવ રોવડાવી રહ્યા છે. એવામાં હવે સિંગતેલના ભાવ બરાબર કપાસિયા તેલના ભાવ પહોંચી ગયા છે. તેના લીધે ગૃહણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. કેમ કે, કપાસિયા તેલનો ભાવ સિંગતેલના ડબ્બા કરતા ઓછો હોય છે પરંતુ હવે તેમાં પણ સતત ભાવ વધારો થતા તેનો ભાવ પણ સિંગતેલના ભાવ બરાબર પહોંચી ગયો છે.