રાજ્યમાં ધોરણ-૧૦ અને ૧ર ની તમામ શાખાના વિદ્યાર્થીઓની ગુજરાત બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે. જ્યારે આ પરીક્ષા માટે અંદાજે 14.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડની પરીક્ષા અપાશે. એવામાં બોર્ડ દ્વારા પરીક્ષા માટે લીધેલ પગલાઓની માહિતી સામે આવી છે. દરેક પરીક્ષા સ્થળો ઉપર પરીક્ષા ખંડોમાં CCTV કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

તેની સાથે પરીક્ષા ઝોન ખાતેથી પરીક્ષા સ્થળ પર પ્રશ્નપત્ર મોનીટરીંગ માટે મોબાઈલ એપ્લિકેશન (PATA) દ્વારા વિઝિલન્સ કામગીરી ચાલી રહી છે. દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓને પરીક્ષા સ્થળ પરની મોનીટરીંગ માટે ફરજ સોંપવામાં આવેલ છે. પોલીસ કમિશ્નરશ્રીઓ અને પોલીસ અધિક્ષકશ્રીઓ દ્વારા પરીક્ષા સ્થળથી ૧૦૦ મીટરના અંતરમાં કલમ-૧૪૪ લાગુ પાડવાની પ્રક્રિયા છે. જિલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા પરીક્ષા સ્થળની આજુબાજુના ૧૦૦ મીટરના અંતરમાં છે.

આ સિવાય ઝેરોક્ષ મશીનો ચાલુ રાખવા પર પ્રતિબંધ છે. વીજ વિતરણ કંપનીઓ અને ટ્રાન્સમીશન કંપનીઓ દ્વારા પરીક્ષા સમય દરમ્યાન વીજપુરવઠો સતત મળી રહે તે માટે આયોજન કરવામાં આવેલ છે. પરીક્ષા સ્થળો પર વિદ્યાર્થીઓ સરળથી પહોંચે તે માટે ગુજરાત વાહનવ્યવહાર નિગમ દ્વારા જિલ્લાઓની જરૂરીયાત મુજબ બસના રૂટ ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા સ્થળ પર વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ ફોન કે અન્ય પ્રતિબંધિત ઈલેક્ટ્રિક ગેઝેટ લઈ જવા પર રોક લગાવી છે. બોર્ડ દ્વારા બોર્ડ/જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા સ્થળો પર સ્ક્વોર્ડની નિમણૂંકતા કરવામાં આવી છે.

જ્યારે પરીક્ષા સ્થળો પર પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. ઝોનલ અધિકારીશ્રીઓ, પરીક્ષા સ્થળ સંચાલકો, સરકારી પ્રતિનિધિઓ, ખંડ નિરીક્ષકો માટેની પરીક્ષા સંબંધી તાલીમ આપવામાં આવેલ છે. રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પરીક્ષાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઈન દ્વારા માર્ગદર્શન આપવાની કાર્યવાહી કરવામાં આવે છે.