રાજકોટમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. રાજકોટ સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેની સાથે રાજકોટમાં કોરોનાના કેસ વધતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયેલો છે. જ્યારે આ આજે અમે તેમને રાજકોટથી એક કોરોના કેસ વિશે જણાવવા જઈ રહ્યા છે. જેને સાંભળી તમે કોરોનાની જંગ લડવામાં મક્કમ બની જશો. આ કોરોનાના કેસ તમને કોરોનાની જંગ લડવાની પ્રેરણા આપશે.

રાજકોટમાં સ્વતંત્ર સેનાનીએ કોરોનાને માત આપી છે. રાજકોટમાં 95 વર્ષના સ્વતંત્ર સેનાની મનુભાઈ વિઠલાણી કોરોનાને માત આપી છે. માત્ર 3 દિવસની સારવાર બાદ કરોના સામેની જંગ જીતી લીધી છે. તેમની રાજકોટની વેદાંત શ્રીજીમાં સારવાર ચાલી રહી હતી. તેની સાથે કલેકટર તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવતું હતું. મૂળ મેંદરડાના વતની મનુભાઈ વિઠલાણી ગાંધીજી સાથે સ્વાતંત્ર સંગ્રામમાં કામ કર્યું હતું.

જીલ્લા કલેકટરે જણાવ્યું છે કે, મનુભાઈને સારવાર માટે પી.એમ.ઓમાંથી સારવાર માટે સૂચના આપવામાં આવી હતી. 95 વર્ષના મનુભાઈ વિઠલાણીને તાત્કાલિક સારવાર બાદ કોરોનાને માત આપી છે. મેંદરડામાંથી 14 વર્ષની ઉંમરે મનુભાઈ વિઠલાણીને અંગ્રેજોએ હદપાર કર્યા હતા. જૂનાગઢની આર.જી હકુમતમાં પણ મનુભાઈએ મહત્વની જવાબદારી નિભાવી હતી. પુના ગાંધીજીને મનુભાઈ વિઠલાણી 14 વર્ષની ઉંમરે મળ્યા હતા.