રાજ્ય સહિત જામનગરમાં અવારનવાર મારા-મારીની ઘટનાઓ સામે આવી રહી છે. જામનગરમાં યુપી-બિહાર જેવા કિસ્સાઓ ઉદભવી રહ્યા છે. જેના લીધે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. જયેશ પટેલને જેની સાથે મનદુઃખ થયું હતું એવા શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોતાની બાંધકામની સાઇટ પર ફાયરિંગ થયું છે. આ ઘટના સવારમાં બની હતી. જેમાં અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી નાશી ગયા હતા. ટીના પેઢડીયા પર ફાયરિંગ થયું છે.

આ ગાઉ જમીન માફિયા જયેશ પટેલે ફોન કરી ટીનાભાઈને તેને પતાવી દેવાની ધમકી આપી હતી. લાલપુર રોડ પર રહેનાર ટીનાભાઈ પેઢડીયા આજ સવારના રોજ જ્યારે પોતાના ઘરથી ઈવા પાર્ક ખાતે આવેલ પોતાની સાઈટ પર પહોંચ્યા તો તેમના પર અજાણ્યા શખ્શો દ્વારા ધડાધડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી કરી આરોપીઓને દબોચવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કારણે ફરી જામનગરમાં જયેશ પટેલનો ખૌફ જોવા મળ્યો છે.