રાજકોટમાં IT વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. ચાઇનીઝ કંપની ઓપ્પો પર દેશવ્યાપી દરોડા પાડવામાં આવી રહ્યા છે. જે સૌરાષ્ટ્રના નામાંકિત ટેલિકોમ વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા પુજારા ટેલિકોમમાં પાડવામાં આવ્યા છે. દેશમાં દિલ્હી સહિત અનેક રાજ્યોમાં દરોડા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. ત્યારે ગુજરાતનાં ડીલર પર પણ તવાઇ બોલાવવામાં આવી છે. જે રાજકોટમાં પુજારા ટેલિકોમ મુખ્ય ડીલર છે. જેને લઈને હાલમાં It ની અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે.

હાલમાં ગુજરાતના ડીલર પૂજારા ટેલિકોમ પર ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ પૂજારા ટેલિકોમની મુખ્ય ઓફિસ પર દિલ્હીની ટીમ દ્વારા સર્ચ ચાલુ છે. ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા હાલમાં યોગેશ પુજારા-રાહિલ પુજારાને ત્યાં સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલમાં ઓપો કંપની પર દેશવ્યાપી દરોડા પાડવામાં આવી રહ્યા હોવાનું જાણવા આવી રહ્યું છે. જે દેશવ્યાપી દરોડાથી ભારે ચર્ચાઓમાં આવી રહ્યું છે.

ચાઇનીઝ કંપની ઓપ્પો પર દેશવ્યાપી દરોડા પડ્યા છે. ગુજરાતના ડીલર પૂજારા ટેલિકોમ પર ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા સર્ચ ચાલુ છે. યાજ્ઞિક રોડ પર આવેલ પૂજારા ટેલિકોમની મુખ્ય ઓફિસ પર દિલ્હીની ટીમ દ્વારા સર્ચ ચાલુ છે. ઓપો કંપની પર દેશવ્યાપી દરોડા હોવાનું જાણવા મળે છે

ઓછું ભણેલા અનેક ગુજરાતીઓએ બિઝનેસમાં સફળતા હાંસલ કરી છે. પણ સારી સરકારી નોકરી છોડીને બિઝનેસ શરૂ કરી સફળતા મેળવી હોય એવા ગણ્યા ગાંઠ્યા ગુજરાતીઓ છે. આવા ગુજરાતીઓમાં રાજકોટની પૂજારા ટેલિકોમ પ્રાઈવેટ લિમિટેડના માલિક યોગેશ પૂજારાનું નામ આગવી હરોળમાં આવે છે. એક સમયે નવરાત્રીમા ગરબે રમવા માટે એન્ટ્રી ફીના પૈસા ન ચૂકવી શકતા આ ગુજરાતી આજે 500 કરોડથી વધારેનું ટર્નઓવર કરે છે. બીએસએનએલમાં ટ્રાન્સમિટર આસિસ્ટન્ટની 8500 પગારની નોકરી છોડી બિઝનેસ શરૂ કરનાર યોગેશ પૂજારા આજે ગુજરાતભરમાં બિઝનેસ ધરાવે છે.