ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં, પાકિસ્તાની બોટ પર ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બુધવારે સવારે, ICG (ભારતીય કોસ્ટ ગાર્ડ) એ જણાવ્યું હતું કે 200 કરોડ રૂપિયાના 40 કિલો ડ્રગ્સ સાથે એક પાકિસ્તાની બોટ પકડાઈ છે.

ICG અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રગ્સ ભરેલી પાકિસ્તાની બોટને ભારતીય જળસીમાની અંદર 6 માઈલથી પકડી લેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ICGની બે ફાસ્ટ એટેક બોટોએ પાકિસ્તાની બોટને 33 નોટીકલ માઈલ ગુજરાતના જાખુ કિનારે જપ્ત કરી છે. ત્યારબાદ પાકિસ્તાની ક્રૂ અને બોટને વધુ તપાસ માટે જાખો લાવવામાં આવી રહી છે. પાકિસ્તાની બોટ દ્વારા ડ્રગ્સનો આટલો જંગી જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તે પૂછપરછ બાદ જ ખબર પડશે.