વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ટીચર્સ કેટેગરીની આજે ચૂંટણી લડાવવાની છે. ટીમ એમ એસ યુ અને ભાજપ પ્રેરિત સંકલન સમિતીના વચ્ચે સીધો જંગ ખેલાશે. 9 બેઠકો માટે આજે મતદાન યોજાયુ છે. જ્યારે સાંજે મતગણતરી હાથ ધરાશે.

 

 

એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની ટીચર્સ કેટેગરની ચૂંટણીની કેટેગરીની ૧૮ બેઠકો પૈકી પાંચ બેઠકો પર એક જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હોવાથી આ બેઠકો બિનહરીફ રહી છે. જ્યારે ચાર બેઠકો પર એક પણ અધ્યાપક દ્વારા ઉમેદવારી નોંધાવી નથી જેના લીધે ત્યાં ચુંટણી યોજાય નથી.

 

જ્યારે બાકીની ૧૦ બેઠકોની વાત કરવામાં આવે તો મોટાભાગની બેઠકો ભાજપના સત્તાધારી જૂથ અને સંકલન સમિતિ પ્રેરિત જૂથ વચ્ચે ચૂંટણી જંગ જામે તેવી શક્યતાઓ છે. જેના લીધે ભારે રસાકસી ચૂંટણી જોવા મળી રહી છે.

6 ફેકલ્ટીમાં 2 ઉમેદવારો વચ્ચે ટક્કર, 2 ફેકલ્ટીમાં ત્રિપાખિયો જંગ
જિગર જૂથ સંકલન સમિતિ
કોમર્સ ડો.મૃદુલા ત્રિવેદી ડો.કલ્પેશ નાયક
આ ફેકલ્ટીમાં કુલ 70 મતદારો છે. 4 ઉમેદવાર હોવાથી ચૂંટણી રસપ્રદ રહેશે. (સ્વતંત્ર-કે.ડી. બડોલા, વિલાસ ચૌહાણ)
આર્ટ્સ ડો.શ્વેતા જેજૂરકર ડો. દિલીપ કટારિયા
ફેકલ્ટીમાં કુલ 30 મતદાર છે. અહીં બન્ને જૂથોએ સંઘર્ષ કરવો પડશે.
સાયન્સ ડો.રૂપલ શાહ બાલકૃષ્ણ શાહ
ફેકલ્ટીમાં કુલ 50 મતદારો છે. અહીં અેક અેક મત માટે ખેંચતાણ થશે.
હોમ સાયન્સ ડો. સરજુ પટેલ ડો. સ્વાતિ ધ્રુવ
ફેકલ્ટીમાં કુલ 16 મતદારો છે. અહીં બન્ને ઉમેદવાર વચ્ચે ટક્કર રહેશે.
ફાર્મસી ડો. પ્રશાંત મુરુમકર ડો. ભાવિક ચૌહાણ
ફેકલ્ટીના માત્ર 7 મતદારો છે. એક મત પણ નિર્ણાયક બનશે.
ફાઇન આર્ટસ પ્રફુલ ગોહિલ સુનિલ દરજી
ફેકલ્ટીમાં કુલ 17 મતદારો છે. 3 ઉમેદવાર હોવાથી વોટ વહેંચાશે, (સ્વતંત્ર- અરવિંદ સુથાર)
ટેક્નોલોજી ડો. વિજય પરમાર ડો. સુનિલ કહાર
ફેકલ્ટીના કુલ 132 મતદારો છે, મતોનું િવભાજન થતાં કોને ફાયદો થશે તે કળવું મુશ્કેલ. (કોંગ્રેસ – નિકુલ પટેલ)
મેડિસિન ડો. બિજોયસિંહ રાઠોડ ડો. રાહુલ પરમાર
ફેકલ્ટીના કુલ 171 મતદારો છે. મતદારોના પરિવર્તન કે પુનરાવર્તનના મુડ પર પરિણામનો અાધાર.
પોલિટેક્નિક સંદીપ ગોખલે ચેતન સોમાણી
ફેકલ્ટીના કુલ 52 મતદારો છે. ખરાખરીનો જંગ થશે.