કંચન જરીવાલાએ સુરત પૂર્વ બેઠક પરથી ફોર્મ પરત ખેંચવાનું સાચું કારણ જણાવ્યું……

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા અપહરણના કેસને લઈને મોટી જાણકારી સામે આવી છે. કંચન જરીવાલાએ મીડિયા સમક્ષ આવી મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે, તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘નામાંકન પરત ખેંચવાનું કારણ એ હતું કે, સુરત (પૂર્વ) વિધાનસભામાં આપના કાર્યકર્તાઓ દ્વારા રાજીનામું આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેઓ પૈસાની માંગણી કરવા લાગ્યા હતા. હું 80 લાખથી 1 કરોડ રૂપિયા ખર્ચવા સક્ષમ રહેલ નથી. તેમની માંગ એટલી હતી કે, હું તેને પૂર્ણ કરી શકતો નહીં.’ તેમ છતાં આ અગાઉ જરીવાલાએ વિડીયો શેર કરીને કહ્યું હતું કે, લોકોએ રાષ્ટ્રવિરોધી અને ગુજરાત વિરોધી કહેતા અંતરઆત્માનો અવાજ સાંભળીને મેં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે.
તમને જણાવી દઈએ કે, કંચન જરીવાલા AAP ના સુરત પૂર્વ સીટ પરથી ઉમેદવાર હતા અને તેઓ અચાનક ગુમ થઈ ગયા હતા. ત્યાર બાદ AAP દ્વારા ભાજપ પર તેમને ગુમ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ બાબતમાં AAP ઉમેદવાર કંચન જરીવાલાએ જણાવ્યું છે કે, પાર્ટી તરફથી ઘણું દબાણ હતું. લોકો અવારનવાર ફોન કરીને હેરાન કરતા રહેતા હતા. હું મારા પુત્રના મિત્રો સાથે ગયેલો હતો, બીજેપીનું કોઈ ત્યાં નહોતું. હવે મારે શું કરવાનું છે તે 5-7 દિવસમાં હું જણાવીશ.
આ દરમિયાન કંચન જરીવાલા દ્વારા એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, ‘મેં પૂર્વ વિધાનસભામાંથી ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટમી પ્રચાર પણ શરૂ કર્યો હતો. આ દરમિયાન અમારા વિસ્તારમાં મને અવારનવાર કહેવામાં આવતું હતું કે, તમે રાષ્ટ્રવિરોધી રહેલા છો. ગુજરાત વિરોધી છો. જે પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે તેમાં સમર્થન પણ આપીશું નહીં. મારા વિસ્તારના લોકોનો આવો પ્રતિભાવ જોઇને મળતા મારો અંતરઆત્મા કકડી ઉડ્યો હતો. જેથી મેં અંતરઆત્માનો અવાજ સાંભળીને રાષ્ટ્રવિરોધી અને ગુજરાત વિરોધી પાર્ટીમાંથી ચૂંટણી નહીં લડવાનું મન બનાવીને મારું ઉમેદવારી ફોર્મ કોઈ પણ ધાકધમકી અને દબાણ વગર મેં પરત ખેંચ લીધું છે.’