રાજ્યમાં સતત કોરોનાના કેસોનો ભરડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી સતત કોરોનાના ૧૦ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે કોરોનાને લઈને ખેડાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડાના એડિ. કલેકટરને કોરોના થયો છે.

ખેડાના એડિ. કલેકટર રમેશ મેરજા કોરોનાથી સંક્રમિત થયા છે. ખેડાનાં એડિ. કલેકટર રમેશ મેરજા છે. જ્યારે તેમને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને તાત્કાલિક ધોરણે હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તેની સાથે તેમની સારવારની ડોકટરો દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૧૦,૩૪૦ નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે સંક્રમણના કારણે ૧૧૦ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન ૩૯૮૧ દર્દીઓ સાજા થયા હતા. તેની સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓનો આંકડો ૩,૩૭,૫૪૫ પહોંચી ગયો છે.