રાજકોટના આટકોટમાં આજે લોકડાયરો રાખવામાં આવ્યો છે. જે PM નરેન્દ્ર મોદી આટકોટ માં 29મી મે પટેલ સમાજ દ્વવારા નિર્મિત હોસ્પિટલ નું લોકાપર્ણ કરવાના છે. ત્યારે આ લોકાપર્ણ પૂર્વે આજે નવ નિર્મિત હોસ્પિટલના ગ્રાઉન્ડ માં લોકડાયરો રાખવામાં આવ્યો છે. જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી સહીત કલાકારો નો આજે રાત્રે ડાયરો રાખવામાં આવ્યો છે. અને હોસ્પિટલ ના દાતાઓનું આ ડાયરામાં સન્માન સમારોહ પણ કરવામાં આવશે.

આજે આ લોકડાયરામાં સૌરાષ્ટ્ર ગુજરાતના મહાન ગાયકો ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ ડાયરામાં દરેક સંગીત રસિકોને જાહેર નિમંત્રણ જસદણ જીઆઇડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવેલ છે.

રાજકોટના આટકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી આ હોસ્પિટલનું લોકાર્પણ કરવા 29 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આટકોટ આવી રહ્યાં છે ત્યારે આ પૂર્વે આજે શનિવારના રોજ રાત્રે આઠ વાગ્યે આટકોટ ખાતે પ્રથમ આ હોસ્પિટલમાં જે દાનવીરોએ દાન આપ્યું છે, ત્યારે આ માટે આજે આખી રાત કીર્તિદાન ગઢવી, અને ધીરુભાઈ સરવૈયા દ્વારા ડાયરાની રમજટ બોલાવવામાં આવશે.