ડ્રગ્સની હેરાફેરી પાકિસ્તાનથી ભારતમાં લાવવામાં આવે છે. ભારતના બોર્ડર વિસ્તારમાં ગુજરાતમાં લાવવામાં આવે છે. ગુજરાત સરહદી વિસ્તારમાં વસવાટ કરતા લોકો ડ્રગ્સ પેડલરો માટે કામ કરે છે. રાજસ્થાન , મહારાષ્ટ્ર અને પંજાબની બોર્ડરથી ડ્રગ્સ આવે છે..દરિયાઈ માર્ગે પણ ડ્રગ્સ ની હેરાફેરી કરવામાં આવે છે.

ત્યારે ફરી આજે મકરબામાંથી ચરસનો જથ્થો પકડાયો છે. બે કાશ્મીરી યુવક ચરસના જથ્થા સાથે પકડાયા છે. સરખેજ પોલીસે બંનેની ધરપકડ કરી છે.
આરોપીઓ પાસેથી દોઢ લાખનું 990 ગ્રામ કાશ્મીરી ચરસ પકડાયું છે. આરોપીઓ લડ્ડુ બનાવી આ ચરસ નો જથ્થો રાખતા હતા.સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે.

જો કે, રાજ્યમાં સતત ક્રાઈમની ઘટના બનતા સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરી રહી છે, શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.