ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડીને ફરી એકવાર ખીલ્યું કમળ, મેળવી મોટી જીત

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પહેલી અને પાંચમી ડિસેમ્બરના એમ બે તબક્કામાં મતદાન યોજાયું હતું અને આજે 8 મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે.
તેની સાથે ગુજરાતમાં કોની બનશે સરકાર તેનો આજે ફેંસલો આવશે. 182 વિધાનસભાની બેઠક માટે આજે મતગણતરી શરૂ થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગમાં ઉતરેલા 1621 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો લીધો છે. સવારના 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ ગયું છે. જ્યારે સૌથી પેહલાં બેલેટ પેપર અને ત્યાર બાદ EVM ની મત ગણતરી કરવામાં આવશે.
ભાજપ | કોંગ્રેસ | આપ | અન્ય | ટોટલ |
157 | 16 | 5 | 4 | ૧૮૨ |