હાલના સમયમાં કંઈપણ થઈ શકે છે. અત્યારના સમયમાં એવી લાચારી પણ લોકોના જીવન આવી જાય છે તેના વિશે આપણે વિચારી પણ શકતા નથી. ગાંધીનગરથી એક સમાચાર સામે આવ્યા છે જેમાં મંદિરની બહાર કોઈક દોઢ વર્ષનું બાળક મુકીને ચાલ્યું ગયું હોવાના સમાચાર સામે આવ્યા છે.


ગાંધીનગર પેથાપુર સ્વામિનારાયણ મંદિર ના દરવાજે આશરે દોઢ વર્ષ નું બાળક મળી આવ્યું છે. સ્વામિનારાયણ મંદિર ચોક પેથાપુરમાં એકથી દોઢ વર્ષ ના બાળક કોઈ મૂકી ને જતું રહ્યું કે લાપતા કે અપહરણ તેની તપાસ કરવામાં આવી રહી છે. બાળકને ત્યજી દેવાના CCTV સામે આવ્યા છે.

જ્યારે બાળકને કોઈ મૂકીને ત્યજી દેનારની પોલીસ શોધખોળ શરૂ કરવામાં આવી છે. બાળક કોણ મુકીને ગયું તેને શોધવા માટે અલગ-અલગ ટિમો કામે લાગી ગઈ છે. અપહરણની શકયતા ઓછી હોવાની પોલીસને શંકા રહેલી છે. બાળક તરછોડાયું હોવાની શંકા પ્રબળ જોવા મળી રહી છે. તમામ દિશોમાં તપાસ શરૂ છે.