સુરત એરપોર્ટ પર મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે ધક્કામુક્કી ના દ્રશ્યો સર્જાયા હતા. શિવસેનાના બાગી ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યો મળી 37 ધારાસભ્યો મોડી રાત્રે અઢી વાગે સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. સુરતની મેરેડિયન હોટલમાં રોકાયા હતા તમામ 37 ધારાસભ્યો તમામ ધારાસભ્યોને જુદી-જુદી ત્રણ લક્ઝરી બસ મારફત સુરત એરપોર્ટ લાવવામાં આવ્યા હતા.

સુરત એરપોર્ટ પર સુરતની police ખાસ કરીને ક્રાઈમ બ્રાન્ચ માત્રને માત્ર મીડિયા સાથે તે નક્કી કરવામાં રહી છે. આખો દિવસ ધારાસભ્યોને સાચવનાર સુરત પોલીસે મોડી રાત્રે અઢી વાગે એરપોર્ટ પર ધારાસભ્યોને એરપોર્ટ સુધી લઈ જવા માટે મીડિયા સાથે ગુંડાગીરી કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ક્રાઈમ બ્રાન્ચ માત્રને માત્ર સુરતના અને અન્ય મીડિયાકર્મીઓને ધક્કા મારવા આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ એકનાથ શિંદે સહિત અનેક ધારાસભ્યો મીડિયા સાથે વાત કરવા તૈયાર હતા. પરંતુ સુરત ના પોલીસ કર્મીઓએ આ તમામ ધારાસભ્યોને મીડિયા સાથે વાત કરવા દીધી નહીં. જ્યારે પણ ધારાસભ્ય મીડિયા સાથે વાત કરવાની કોશિશ કરતા હતા ત્યારે ધારાસભ્યોને કોઈ ગુનેગારને પકડીને જતા હોય તેવી રીતે એરપોર્ટની અંદર ઢસડીને લઈ ગયા હતા. સમગ્ર ઘટનાક્રમમાં સુરત પોલીસની અને ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચની ભૂંડી ભૂમિકા જોવા મળી હતી.

તેની સાથે-સાથે ભાજપના પદાધિકારીઓ મોડીરાત્રે સુરત એરપોર્ટ ઉપર દેખાયા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ શાસક પક્ષ નેતા અમિત સિંહ રાજપૂત અન્ય કોર્પોરેટરો પણ સુરત એરપોર્ટ ઉપર જોવા મળ્યા હતા. જેવા તમામ ધારાસભ્યોએ એરપોર્ટમાં ચેકિંગ કર્યું એટલે તુરંત જ ભાજપના નેતાઓ અહીંયા પાછા નીકળી ગયા છે.