અમદાવાદ નેશનલ હાઇવે સહિત રાજ્યનાં મુખ્ય માર્ગો પર અકસ્માતની ઘટના દરરોજ બનતી રહેતી હોય છે. સમગ્ર ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિ મુજબ સમગ્ર ગુજરાતના મોટાભાગના હાઈવે ઉપર રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે. પણ ઘણી વખત એવાં અકસ્માત સર્જાઇ જાય છે કે જે ભયંકર આઘાતજનક હોય છે આવો જ એક અકસ્માત ધોળકા નજીક બન્યો છે. જે ધોળકા નજીક ટેન્કર અને કાર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જે ધોળકા નજીક અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા છે. જયારે આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે આજે ધોળકા નજીક કાર-ટેન્કર વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માત ખંભાતના પરિવારને વટામણ ચોકડી પાસે નડયો હતો. જે પરિવાર પાલિતાણાની પરિક્રમા કરી ખંભાત જતો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે.

અકસ્માત

ધોળકા નજીક ગમખ્વાર અકસ્માતમાં પાલિતાણાની પરિક્રમા કરીને પાછા ફરતા ખંભાતના પરિવારને નડ્યો છે, કાર અને ટેન્કર (Accident Eco Car and Tanker) વચ્ચે ટક્કર થઇ હતી જેમાં ઇકો કારનાં કુરચા ઉડી ગયા હતાં. આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા છે જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત છે. અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો, આ દરમિયાન ધોળકા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કર સાથે અકસ્માત બાદ ઈકો કાર આગળના ભાગથી પડીકું વળી ગયું હતું. ઘટનાની જાણ થતાં કોઠ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટના બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા પોલીસે તપાસ નો તખ્તો તૈયાર કર્યો છે.