અમદાવાદમાં જાણે માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી છે. અમદાવાદમાં એક નવજાત મૃત બાળકની ઘટના સામે આવી છે. આ ઘટના CTM ઓવરબ્રિજ પર બની છે. અમદાવાદના CTM ઓવરબ્રિજ તરફ અજાણ્યા વાહનચાલકે નવજાત મૃત બાળકને ખાખી પુંઠાના બોક્ષમા નાખી ચાલ્યો ગયો હતો. જેના કારણે ચકચાર મચી ગયો છે.

અમદાવાદમાં પુલ પર ટ્રાફિકથી ધમધમતા વ્યસ્ત માર્ગ પર મુકીને ત્યજીને ફરાર થઈ ગયો હતો. પોલિસ વિભાગને જાણ કરાતા રામોલ પોલિસની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ દરમિયાન નવજાત મૃત બાળકની લાશનો કબજો લઈને આજુબાજુના CCTV TV ફુટેજની લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે આ અગાઉ અમદાવાદ રેલવે સ્ટેશન પર એક અજાણી મહિલા દોઢ વર્ષની સૂતી બાળકીને તરછોડી અજાણ્યા પેસેન્જરના ભરોસે છોડી બાથરૂમ જવાનું કહી ત્યાંથી ચાલી ગઈ હતી. જોકે, થોડા સમય બાદ પેસેન્જરને ટ્રેનનો સમય થતા અને મહિલા પરત ન ફરતા પેસેન્જરે ત્યા હાજર સુરક્ષા કર્મચારીને બાળકી વિશે જાણ કરી ત્યાથી ચાલ્યા ગયા હતા. થોડા સમય સુધી અજાણી મહિલા પરત ન ફરતા સુરક્ષા જવાન બાળકીને જીઆરપી પોલીસ મથક લઈ ગયો હતો. ત્યાં પોલીસે બાળકીને તરછોડી જનારી મહિલા સામે ફરિયાદ દાખલ કરી હતી.