વડોદરામાં માણેજા ની શ્રીજી હોસ્પિટલમાં મોડી રાત્રે ઓક્સિજન ખુટી પડ્યો છે. ત્યારે તબીબી અગમચેતી વાપરી દર્દીના સગાઓને ચેતવ્યા છે. અને 8 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. દર્દી ના જીવ જોખમમાં મૂકતા તેમને યુદ્ધના ધોરણે અન્ય હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. એજન્સી દ્વારા સપ્લાય ન અપાતા મુશ્કેલી સર્જાઈ છે. ત્યારે શ્રી જી હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતાં નાસભાગ ના દ્રશ્યો સર્જાયા હતા. જે માત્ર ત્રણ કલાક પૂરતો ઓક્સિજનનો જથ્થો રહેતા હોસ્પિટલમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.

નોંધનીય છે કે હોસ્પિટલમાં 35 દર્દી સામાન્ય ઓક્સિજન અને 15 દર્દી હેવી ઓક્સિજન ઉપર સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલ સંચાલકોએ ઓક્સિજનની અછત અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતું. પરંતુ અણીના સમયે ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલ પહોંચતા વિકટ પરિસ્થિતિ ઉદ્ભવી હતી.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 44,065 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 375 પર પહોંચ્યો છે. આમ અત્યાર સુધીમાં કુલ 35,784 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.