સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટી કૌભાંડ મામલો આજકાલ ચર્ચામાં છે. તપાસ કમિટીની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. માટીના ફેરા કોઈએ ગણ્યા જ નથી, અને અંદાજ લગાવીને બિલ પાસ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે કોન્ટ્રાક્ટ તપાસમાં પણ ગેરહાજર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે જતીન સોની જ જવાબદાર નીકળે તો તેવી શકયતા જણાવવામાં આવી રહી છે.

માટી કૌભાંડ મામલે રજીસ્ટ્રાર પાંચ દિવસની રજા પર ઉતરી ચુક્યા છે. જતીન સોનીએ વધુ ત્રણ દિવસ રજા પર ઉતર્યા છે. રજીસ્ટ્રાર દ્વારા રજા વધુ લંબાવતા અનેક સવાલો ઉઠ્યા છે. તપાસ કમિટી દ્વારા લેવાયેલ નિવેદનમાં કોચ સાથે રજીસ્ટ્રાર પણ ગેરહાજર રહ્યા હતા.

જો કે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કથિત માટી કૌંભાડ સામેલ છે. સૂત્રોમાં જાણવા મળ્યું છે કે, તપાસ કમિટીની પ્રાથમિક તપાસમાં જતીન સોનીની બેદરકારી સામે આવી છે. માટી કામમાં કોઇ સુપરવાઇઝર ન હોવાનો પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

નોંધનીય છે કે, નોધનીય છે કે, રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડનો વિવાદ ચર્ચામાં રહેલ છે. મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. માટી કૌભાંડમાં વાઈસ ચાન્સેલરની ભૂમિકા હોવાનો આક્ષેપ પણ થયો હતો અને બિલ ચુકવવામાં આવ્યા નથી. તેમ છતાં જીએસટીવી સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જતીન સોનીએ કહ્યું કે બિલ ચુકવાઈ ગયું છે તેમ કહ્યું છે. વાઈસ ચાન્સેલરને ખબર હોવી જોઈએ કે, સિન્ડિકેટમાં આ તામામ બિલ વિરોધ વચ્ચે મંજૂર કરાયા હતા.

જે વાહન નંબરમાં કૌભાંડ થયું તેનું પણ બિલ ચુકવવામાં આવી ગયું છે. 900 ફેરાના બિલ પણ ચૂકવાઈ ગયા છે. ઓડિટમાં ટ્રેક્ટરની જગ્યાએ કારના નંબર હોવાનું સામે આવ્યું છે. કુલપતિને ઓડિટ રિપોર્ટમાં ખબર પણ પડી નહોતી.