ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે. તેની સાથે સતત કોરોનાના કેસ સ્કૂલોમાં આવી રહ્યા છે. આ મામલે રાજકોટ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

 

રાજકોટમાં શાળા ના 4 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા કલેકટરે શિક્ષણ વિભાગ અને RTO ને દોડતું કર્યું છે. રાજકોટ RTO દ્વારા 10 કેટલી સ્કૂલ વાન અટકાવી નિયમ વિરુદ્ધ વિદ્યાર્થી બેસાડતા કાર્યવાહી કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા સવારથી શાળા માં ચેકીંગ શરૂ કર્યું છે.

 

તેની સાથે કોરોનાના કેસ શાળામાં કોવિડ નિયમોના પાલનને લઈ અલગ-અલગ અધિકારીઓ દ્વારા શાળામાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે DEO દ્વારા 6 ટિમો બનાવી શાળામાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા થોડા સમયથી કોરોનાનો કહેર હવે શાળામાં પણ જોવા મળી રહ્યો છે.

 

 

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 74 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 14 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી.