વડોદરામાં વાઘોડીયા ચોકડી પાસે હાઇવે પર પડ્યા મોટા ખાડા પડ્યા છે. ભારે વરસાદ ના પગલે હાઇવે તૂટ્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે 20 જેટલી કાર ના ટાયરો ફાટ્યા છે. આ અંગે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ને આ બાબત ધ્યાનમાં આવતા ખાડા પુરાવ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબ, હાઇવે ની હોટલ ના કર્મચારીઓ અને પોલીસ દ્વારા ખાડા પૂરવામાં આવ્યા છે. જયારે હાઇવે ઓથોરિટી નું તંત્ર ઊંઘતું ઝડપાયું હોવાનું પણ સામે આવ્યું છે.

આ રોડના બંને તરફ ટોલ ટેક્ષ ચૂકવતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે તેમ છતાં પણ ટોલ ઉઘરાવતી કંપની ખાડા પૂરતી નથી. જયારે શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે. શહેરના રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડ્યાં છે. મોટા મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ નથી થયો ત્યાં રસ્તાની આ હાલત છે તો ભારે વરસાદમાં તો રોડ સંપૂર્ણ ધોવાઇ જાય તેમ છે.

જો કે, ચોમાસામાં ભારે વરસાદ પડતા પાણી ભરાતા રોડ તૂટી જવા, મોટા ભુવા પડવા તેમજ રોડનું સંપૂર્ણ ધોવાઇ થઇ જવાના કારણે મેગાસિટીના રોડ ચાલવા લાયક રહેતા નથી.