કોરોનાની ત્રીજી લહેરના ડર વચ્ચે માઠા સમાચાર, સુરતમાં 6 વર્ષીય 2 બાળકો કોરોના પોઝિટીવ

સુરતની ચિંતામાં વધારો કરે તેવા સમાચાર સામે આવ્યા છે. જે સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની શાળાના વધુ બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જે સુરતમાં ધોરણ 1માં અભ્યાસ કરતા બે બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જે ડુમસ સ્થિત DPS સ્કૂલના બે વિદ્યાર્થી ને કોરોના થયો છે. વેસુમાં રેહતા ગુપ્તા પરિવારના બંને બાળકો કોરોના પોઝીટીવ થયા છે. જેના પગલે 7 દિવસ માટે DPS સ્કૂલ બંધ રાખવામાં આવી છે. શાળામાં બે બાળકોનો રિપોર્ટિ પોઝિટિવ આવતા અન્ય બાળકોમાં સંક્રમણ ફેલાવાની આશંકાએ શાળા સંચાલકોએ નિર્ણય લીધો છે. જે બંને એક જ પરિવારના અને ભાઈ બહેન છે. જે સુરતમાં ધોરણ 1માં અભ્યાસ કરતા બે બાળકો કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે.
ગત 16મી ડિસેમ્બરે સુરતમાં સંસ્કાર ભારતી સ્કૂલના વધુ 2 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. 7 દિવસ માટે શાળા બંધ હોવાથીભાઈ બહેન વિદ્યાર્થી ઘરે જ હતા. આ અગાઉ 1 વિદ્યાર્થી પોઝીટીવ આવ્યો હતો. સંસ્કાર ભારતી માં કુલ 3 પોઝિટિવ વિદ્યાર્થીઓ થયા. તમામને હોમ કોરોન્ટાઇન કરાયા છે.
જોકે શુક્રવારે શહેરમાં કોરોનાના નવા પાંચ કેસ સામે આવ્યા હતા. એક જ પરિવારના બે બાળકો સહિત પાંચ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત રાંદેરમાં રહેતા 43 વર્ષના ડોક્ટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
શહેરમાં અત્યાર સુધીમાં 111942 અને જિલ્લામાં 32225 લોકો પોઝિટિવ આવી ચુક્યા છે. શહેર અને જિલ્લો મળી કુલ 144167 લોકો પોઝિટિવ આવી ચુક્યા છે, જયારે 2117 લોકો કોરોનામાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. શુક્રવારે શહેરમાં 6 અને જિલ્લામાં 4 લોકો કોરોનાથી સાજા થયા હતા. હાલ શહેર જિલ્લામાં 47 એક્ટિવ કેસ છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોનનો દેશ પર ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસોએ વહીવટીતંત્રની મુશ્કેલીઓ વધારી દીધી છે. જે સુરત શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તેવા લોકો પણ કોરોના પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.