દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનના કેસ વચ્ચે આજે સુરતની શાળાઓમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. એક જ દિવસમાં 11 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. હાઈ હિલ્સ સ્કૂલ, DPS સ્કૂલ, એલ.પી.સવાણી વેસુના વિદ્યાર્થી સંક્રમિત થયા છે. છેલ્લા 8 દિવસમાં 38 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષક મળી 29 લોકો કોરોના સંક્રમિત થયા છે. ત્યારે આજે સુરત કોરોનાને લઈને ઉચ્ચસ્તરીય બેઠક મળી છે.

રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા ખાસ અધિકારી અધ્યક્ષ સચિવ M થેંનારાસન ની આગેવાની માં બેઠક મળી છે. આ બેઠકમાં પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગ ના અધિકારીઓ હાજર રહ્યા છે. આ બેઠક દરમિયાન M થેંનારાસન ને કહ્યું કે શાળામાં ખાસ ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવામાં આવશે. કોરોના સંક્રમણ વધુ હશે એ વિસ્તારમાં જરૂર જણાય તો પ્રતિબંધ મુકવાનો નિર્ણય પણ કરવામાં આવશે. સુરતમાં મોલ, મલ્ટીપ્લેક્ષ શાકભાજી વિક્રેતા સ્થળ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી સરકાર અને નાગરિકો કોરોના વાયરસના અસ્તિત્વને ભૂલી બેદરકારી દાખવી રહ્યા છે. જેનાં કારણે કોરોનાના કેસોમાં સતત ધીમો વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની પહેલી લહેરમાંથી માંડ લોકોને કળ વળી હતી ત્યાં કોરોનાની બીજી લહેરે દાઝ્યા પર ડામ આપ્યો હતો, ત્યારે હવે કોરોના ના નવા વેરિયટ આ તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. જેને લઈને ચિંતા ઉભી થઇ રહી છે.

ઓમિક્રોનના આગમન બાદ ત્રીજી લહેરની શંકા ડોક્ટરો વ્યક્ત કરી રહ્યા હતા જે સાચી પડે તેવા સંજોગો ઉભા થયા છે. જેના પગલે તંત્ર ચિંતિત બન્યુ છે અને લોકોને કોવિડ ગાઇડ લાઇનનું સખ્ત પાલન કરવા અનુરોધ કર્યો છે.

જો કે હાલમાં લોકો અને સરકારની બેદરકારીના કારણે કોરોના કેસોનો રાફડો ફરી ફાટ્યો છે. જે સરકારના વિવિધ કાર્યક્રમો અને ખાનગી કાર્યક્રમોમાં ને કારણે નેવે મુકાયેલી કોરોનાની ગાઈડલાઇનનું પરિણામ હવે સામે આવી રહ્યું છે ત્યારે ફરી કોરોના રાજકોટમાં ટોપ ગિયરમાં આવી ગયો છે. જે ચિંતાનો વિષય બની રહ્યો છે.