રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. ડિસેમ્બરમાં હવે ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હાલમાં જે ઠંડી પડી રહી છે તેમાં આગામી દિવસમાં વધારો થશે. પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે. કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ત્રણ દિવસ ગાત્રો થીજવતી ઠંડી પડશે. જેને લઈને આજે રાજ્યના હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે. જે રાજ્યમાં ત્રણ દિવસ માટે કચ્છ નલિયામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. 18 થી 21 ડિસેમ્બર સુધી હાડ થિવજતી ઠંડી રહેશે. જે રાજ્યમાં ઉતર પૂર્વીય પવનોને લીધે વધુ ઠંડી પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. હજી 2 થી 3 ડીગ્રી લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. જે આગામી 21 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર ઓછું થશે.

રાજ્યમાં પવનોની ગતિમાં વધારો થતાં અમદાવાદ અને ગાંધીનગર સહિત ઠંડી પડશે. પવનની ગતિ 30 થી 40 કિમિની રહેતા વધુ ઠંડી પડશે. ત્રણ દિવસ ઠંડીનો ચમકારો રહેશે. 10 ડીગ્રી તાપમાન કોલ્ડવેવમાં રહે છે. હજી કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી યથાવત જણાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. કોલ્ડવેવ દરમિયાન પવનની ગતિ સામાન્ય રહેશે.